Genesis 10

1નૂહના દીકરા, શેમ, હામ અને યાફેથની વંશાવળી આ પ્રમાણે છે. જળપ્રલય પછી તેઓને જે દીકરાઓ થયા તે આ હતા.

2ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ, યાફેથના દીકરાઓ હતા. 3આસ્કનાજ, રીફાથ તથા તોગાર્મા, ગોમેરના દીકરાઓ હતા. 4એલિશા, તાશીર્શ, કિત્તીમ અને દોદાનીમ, યાવાનના દીકરાઓ હતા. 5તેઓના વંશના લોકો પોતપોતાની ભાષા, કુળો અને તેઓના પ્રદેશો પ્રમાણે દરિયા કિનારાના વિભાગોમાં અલગ અલગ સ્થળે વિસ્તર્યા હતા.

6કૂશ, મિસરાઈમ, પૂટ અને કનાન, હામના દીકરાઓ હતા. 7કૂશના દીકરાઓ સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા હતા. રામાના દીકરા શબા તથા દદાન હતા.

8કૂશનો દીકરો નિમ્રોદ, પૃથ્વી પરનો પહેલો શક્તિશાળી યોદ્ધો હતો. 9તે યહોવાની આગળ બળવાન શિકારી હતો. એ માટે કહેવાય છે કે, “નિમ્રોદ યહોવાની આગળ બળવાન શિકારી જેવો હતો.” 10તેણે શિનઆર દેશના બાબિલ, એરેખ, આક્કાદ તથા કાલ્નેહ પર સૌ પ્રથમ પોતાના રાજ્યની સ્થાપના શરૂઆત કરી હતી.

11ત્યાંથી તે આશૂરમાં ગયો અને નિનવે, રેહોબોથ-ઈર, કાલા, 12રેસેન, જે નિનવે તથા કાલાની વચમાં હતું, તે સર્વ નગરો તેણે બાંધ્યાં. તેમાં રેસેન એક મોટું નગર હતું.

13મિસરાઈમ તે લૂદીમ, અનામીમ લહાબીમ, નાફતુહીમ, 14પાથરુસીમ, કાસ્લુહીમ (તેનામાંથી પલિસ્તીઓનો ઉદ્દભવ થયો હતો) તથા કાફતોરીમ એ સર્વનો પિતા હતો.

15કનાનનો પ્રથમ દીકરો સિદોન હતો અને પછી હેથ, 16વળી યબૂસી, અમોરી, ગિર્ગાશી, 17હિવ્વી, આરકી, સીની, 18આરવાદી, સમારી તથા હમાથીનો પણ તે પિતા હતો. ત્યાર પછી કનાનીઓનાં કુટુંબો વિસ્તાર પામ્યા.

19કનાનીઓની સરહદ સિદોનથી ગેરાર જતા ગાઝા, સદોમ, ગમોરા, આદમા તથા સબોઈમ જતા લાશા સુધી હતી. 20આ પ્રમાણે હામના દીકરા, પોતાનાં કુટુંબો પ્રમાણે, પોતાની ભાષા પ્રમાણે, તેઓના દેશોમાં તથા પોતપોતાના લોકોમાં વસેલા હતા.

21શેમને પણ દીકરાઓ થયા. તેનો મોટો ભાઈ યાફેથ હતો. શેમ હેબેરના બધા લોકોનો પૂર્વજ હતો. 22શેમના દીકરાઓ, એલામ, આશૂર, આર્પાકશાદ, લૂદ તથા અરામ હતા. 23અરામના દીકરાઓ ઉસ, હૂલ, ગેથેર અને માશ હતા.

24આર્પાકશાદ શેલાનો પિતા અને શેલા હેબેરનો પિતા હતો. 25હેબેરને બે દીકરા થયા. એકનું નામ પેલેગ, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયાં. તેના ભાઈનું નામ યોકટાન હતું.

26યોકટાન તે આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરા; 27હદોરામ, ઉઝાલ, દિકલા; 28ઓબાલ, અબિમાએલ, શબા; 29ઓફીર, હવીલા અને યોબાબનો પિતા હતો. એ સર્વ યોકટાનના દીકરા હતા.

30મેશાથી આગળ જતા પૂર્વનો પહાડ સફાર આવેલો છે. ત્યાં સુધી તેઓનો વસવાટ હતો. 31પોતાના કુટુંબો પ્રમાણે, પોતાની બોલી પ્રમાણે, પોતાના દેશો તથા પોતાના લોકો પ્રમાણે આ શેમના દીકરાઓ છે.

તેઓની વંશાવળી પ્રમાણે અને તેઓના પ્રદેશો પ્રમાણે એ બધા નૂહના દીકરાઓનાં કુટુંબો છે. જળપ્રલય પછી પૃથ્વી પરના લોકોના વિવિધ વિભાગો થયા.

32

Copyright information for GujULB